ક્ષત્રિય એ હિંદુ વર્ણાશ્રમ મુજબના ચાર વર્ણોમાંનો એક વર્ણ છે. તે વેદ માં દર્શાવ્યા મુજબ પારંપારીક વેદિક હિંદુ સમાજવ્યવસ્થામાં રાજકર્તા, યોદ્ધા અને રક્ષક તરીકેનું સ્થાન ધરાવે છે. શ્રી રામ , શ્રી કૃષ્ણ, શ્રી બુદ્ધ અને શ્રી મહાવીર આ બધાજ ક્ષત્રિય હતા.
પ્રાચિન વેદિક કાળનાં પ્રારંભમાં, આ પદ વ્યક્તિના ગુણ, કર્મ અને
સ્વભાવને અનુલક્ષી અને પ્રાપ્ત થતું હતું. શરૂઆતનાં વેદિક સાહિત્યમાં નોંધ
મળે છે કે ત્યારે ક્ષત્રિય, બ્રામણ, વૈશ્ય અને શુદ્ર
એ રીતે વર્ણાનુક્રમ ગોઠવાયેલો હતો. ત્યારે વ્યક્તિગત કે પુરેપુરા સમાજોનું
એક વર્ણમાંથી બીજા વર્ણમાં પ્રવિષ્ટ થવું તે સામાન્ય ઘટના ગણાતી, ત્યારનાં
શાસકોની સેવાનાં ફળરૂપે ક્ષત્રિયવર્ણમાં પ્રવેશ મળવો તે મોટું ઇનામ
ગણાતું.
સમય જતાં આ પદ વંશાનુગત બની ગયું. આધુનિક સમયમાં, ક્ષત્રિયવર્ણ વિશાળ,
ભિન્ન ભિન્ન સ્થિતીનાં જાતિ સમુહો દ્વારા બનેલ પરંતુ શાસનાધિકાર, જમીનદારી
અને લડાયક સ્વભાવમાં લગભગ એકરૂપ એવો છે.
સંસ્કૃતમાં,
આ શબ્દ "ક્ષત્ર" પરથી આવેલ છે જેનો અર્થ સત્તા, આધિપત્ય, સરકાર તેવો થાય
છે, તેનું મુળ "ક્ષી" શબ્દ છે જેનો અર્થ શાસન કરવું કે રાજ્ય કરવું તેવો
થાય છે. જુની ફારસી ભાષામાં ક્ષાયૈયા(xšāyaθiya, રાજવી) અને ક્ષારા (xšaθra, ક્ષેત્ર, રાજ્ય) પણ આની સાથે સંબંધીત છે, એજ રીતે નવી ફારસી અન નાં શાહ (šāh, રાજવી) અને શહર (šahr, શહેર) પણ આ રીતે સંબંધીત છે. થાઇ ભાષામાં રાજા માટેનો શબ્દ કસાત (kasat) અને મલય ભાષામાં યોદ્ધા કે લડવૈયા માટે વપરાતો શબ્દ કેસ્ત્રિય કે સત્રિય(kesatria કે satria) પણ ક્ષત્રિય શબ્દમાંથી ઉત્પન થયેલ છે. આ શબ્દ ભવ્ય શ્થિતિનો દર્શક છે.
આદિ વેદિક સંસ્કૃતિમાં, લડાયક કોમોને રાજન્ય કે ક્ષત્રિય કહેવામાં આવતી હતી. રાજન્ય એ રાજન "રાજા, રાજ્યકર્તા" નું વિશેષણરૂપ છે જેનું મુળ રાજ "શાસન કરવું" માં પડેલું છે. જેનાં અન્ય સજાતિય સ્વરૂપો લેટિનભાષામાં રેક્ષ (rex, રાજા), જર્મન માં રિશ (Reich, રાજવી, શાસનકર્તા) અને થાઇ ભાષામાં રાચા (racha, રાજા) છે. પર્શિયામાં, સત્રપ કે ક્ષત્રપ, પર્શિયન સામ્રાજ્યનાં પ્રાંતોના શાસકો કે રક્ષકોને કહેવામાં આવતા હતા.
જગત 'આદિ-પૂરુષ'ની ઉત્પતિથી શરૂ થાય છે,જે અનન્ત છે. તેઓ આ સંસારની દેખરેખ માટે વિષ્ણુ અને શિવને
ઉત્પન કરે છે, અને તેમને સંરક્ષણ અને પુનઃનિર્માણની કામગીરી સોંપે છે.આ
બંન્ને એકજ સિક્કાની બે બાજુઓની જેમ,એકબિજાનાં પ્રતિરૂપ છે. હવે પ્રાથમિક
કાર્ય ઉત્પતિનું છે. શ્રી વિષ્ણુ પોતાનાં નાભિકમળ કમળ માંથી બ્રમ્હાની ઉત્પતિ કરે છે,જે શિવનોજ અવતાર છે.
બ્રમ્હાન્ડ, સર્જનહાર, ત્યાર પછી ની રચના કરે છે.તેઓ ખગોળિય પીંડો, પૃથ્વી , પર્વતો , જળ , વાયુ અને આકાશ ની રચના કરી -કે જે હિંદુ ધર્મ માં પાંચ મહાભૂત, તરીકે ઓળખાય છે. . ત્યાર પછી તેમણે સપ્ત્ર્રુશીઓને ઉત્પન્ન કર્યા, આઠમાં ઋષિ નારદ નો
પણ જન્મ થયો, જેમણે જાહેર કર્યું કે તેઓ સૃજનમાં રસ ધરાવતા નથી અને
પોતાનું સમગ્ર જીવન ભક્તિ અને જ્ઞાનપ્રાપ્તીમાં લગાવવા ઇચ્છે છે. સપ્ત્ર્રુશી ઓએ પોતાના પરમપિતા તરફથી થયેલ આદેશ અનુસાર શરૂઆત કરી. તેઓ પ્રજાપતિ તરીકે ઓળખાયા. ઋષિ કશ્યપ તમામમાં વધુ સમજદાર હતા અને એ બ્રમ્હા તેમનાં દક્ષ પ્રજાપતિ નીં બે કન્યાઓ દિતિ અને અદિતિ
સાથે વિવાહ કરાવ્યા. દિતિ એક ઇર્ષાળુ અને ષડયંત્રકારી સ્ત્રી હતી જે સતત
અદિતિને નિચા દેખાડવાનીં અને પોતે તેનાથી શ્રેષ્ટ છે તેવું પ્રતિપાદિત
કરવાની કોશિશમાં લાગી રહેતી. તેની આ પ્રકારની પ્રકૃતિને લીધે તેમનાં
સંતાનોમાં પણ આવાજ ગુણો ઉદભવ્યા જેઓ દેત્યો કહેવાયા. ગુણી અને ધાર્મિક સ્વભાવની અદિતિ નાં સંતાનો પણ તેવાજ સદગુણી થયા જેઓ આદિત્યો કહેવાયા. સુર્ય અને ઇન્દ્ર અદિતિથી જનમ્યા,તેથીજ સૂર્યને પણ આદિત્યા કહે છે.
જ્યારે બ્રમ્હાજી
સંરચનાનાં કાર્યમાં લાગેલા હતા ત્યારે, સખત મહેનત અને પ્રશ્વેદને કારણે,
તેમનામાંથી એક નકારાત્મક શક્તિ ઉત્પન્ન થઇ. આ નકારાત્મક શક્તિએ "મધુ" અને
"કૈટભ" નામનાં બે રાક્ષસો ઉત્પન્ન કર્યા. તેઓ બ્રહ્માને પીડવા લાગ્યા. આથી
બ્રહ્માજીએ વિષ્ણુને
પ્રાથના કરી કે તેઓ આ રાક્ષસોનો નાશ કરે. વિષ્ણુજીએ બ્રહ્માજીને સમજાવ્યું
કે જ્યારે હકારાત્મક શક્તિઓ કાર્યરત થાય છે ત્યારે નકારાત્મક શક્તિઓ પણ
આપોઆપ ઉત્પન્ન થાય છે, અને તેથી સમગ્ર માનવજાતનું રક્ષણ કરવા માટે એક ખાસ
જાતિની ઉત્પત્તિ જરૂરી છે. બ્રહ્માજીએ આ સુચનનું પાલન કર્યું અને ધ્યાનસ્થ
થઇ બેસી ગયા. દિવસને અંતે માનવજાત માટે, બ્રહ્માજીનાં શરીરમાંથી, ચાર અલગ
અલગ શક્તિઓનું નિર્માણ થયું. બ્રામણ પ્રાતઃ માં, "ક્ષત્રિયો" મધ્યાહ્ને, વૈશ્ય સંધ્યાકાળે અને શુદ્ર
રાત્રે પ્રગટ્યા. ધ્યાને લો કે આ ચારે વર્ણો છે જે આજ સુધી પણ વંશ કે જાતિ
તરીકે ચાલુ છે. બ્રહ્માજીનાં મસ્તકમાંથી બ્રાહ્મણ થી લઇ અને ચરણમાંથી
શૂદ્રની ઉત્પત્તિની કથા પણ કહેવાય છે. ઋગ્વેદ પ્રમાણે વર્ણો સ્થાઇ ન હતા તે મનુષ્યનાં કર્મ સાથે જોડાયેલ હતાં.
૧) જો કોઇ વ્યક્તિ શુદ્ધતા,પ્રેમ,વિશ્વાસ અને અનાસક્તિથી સંપન્ન હોય,
સાચું જ્ઞાન અને આધ્યાત્મિક સ્વભાવ ધરાવતી હોય, તે સફેદ વર્ણનો કે સત્વગુણી
(વિશ્વાસપાત્ર) ગણાય છે. જે આ ગુણ ધરાવતા હોય તેમને "બ્રાહ્મણ વર્ણ" સાથે
સંકળાયેલા ગણાય છે જે બ્રમ્હા ના મસ્તક માં થી ઉત્પન થય હતી.
૨) જો કોઇ વ્યક્તિ ક્રિયા,આત્મબળ,ઉગ્રતા અને ઉર્જા,સન્માન
પ્રાપ્તતા,સત્તા,મોભો અને લડાયક તથા રાજકીય સ્વભાવ ધરાવતી હોય, તે લાલ
વર્ણનો (રક્તવર્ણ) કે રજોગુણી (ઉર્જાવાન) ગણાય છે. જે આ ગુણ ધરાવતા હોય
તેમને "ક્ષત્રિય વર્ણ" સાથે સંકળાયેલા ગણાય છે. જે બ્રમ્હા ના બાહુ માંથી ઉત્પન થય હતી.
૩) જો કોઇ વ્યક્તિ સંવાદ,આદાનપ્રદાન,વ્યાપાર,ધંધો અને વાણિજ્યક સ્વભાવ
(વેપારી સ્વભાવ) ધરાવતી હોય, તે પીળા વર્ણનો કે "વૈશ્ય વર્ણ" સાથે
સંકળાયેલા ગણાય છે.જે બ્રમ્હા ના ઉદર ઉત્પન થય હતી.
૪) સમાજનાં તે વ્યક્તિગત લોકો કે જેઓ ખેતિવાડી કે કારીગરી સાથે
સંકળાયેલા હોય તેઓ કાળા વર્ણનાં કે તમોગુણી (આભ્યાંતરિક કે નક્કર) ગણાય છે.
અને તેઓ "શૂદ્ર વર્ણ" સાથે સંકળાયેલા ગણાય છે.જે બ્રમ્હા ના ચરણ માં થી ઉત્પન થયા હતા.
યુદ્ધનાં નિયમો
- 'નિશસ્ત્ર પર હુમલો કરવો નહીં'- અર્થાત યુદ્ધનાં સમયમાં પણ જનસામાન્યને,કે જેઓ સૈનિક કે લડવૈયાઓ ન હોય, તેમની પર કોઇપણ કારણોસર હુમલો કરવો નહીં. તથા નિશસ્ત્ર કે ગંભિરરૂપે ઘાયલ સૈનિક પર પણ હુમલો કરાતો નહીં.
- 'બંન્ને દળોને આરામ પુરો પાડવો'- અર્થાત કે યુદ્ધ સતત ચાલુ રહેતું નહીં પરંતુ સુર્યાસ્ત બાદ યુદ્ધવિરામ જાહેર કરાતો. હા ગુરીલા યુધ્ માં આ નિયમ પળાતો નહીં.
- 'બધાજ શત્રુઓ પરાજીત થવા જોઇએ'- અર્થાત તમારા સ્વજનો પણ જો તમારા શત્રુપક્ષે લડતા હોય તો તેમનો પણ નાશ કરતા અચકાવું જોઇએ નહીં.
- 'પુરેપુરૂં જરૂરી ન હોય ત્યાં સુધી હુમલો કરવો નહીં'- અર્થાત પાછલો હિસાબ (શત્રુવટ) સરભર કરવાનો કે શત્રુને નિચાજોણું કરાવવાનો સબળ ઉદ્દેશ્ય ન હોય ત્યાં સુધી હુમલો કરાતો નહીં.
- 'તમને લલકારે નહીં ત્યાં સુધી મહિલાઓ પર હુમલો કરવો નહીં'- અર્થાત મહિલા શત્રુદળમાં સૈનિક કે યોદ્ધા તરીકે ન હોય તો તેમની પર હુમલો કરવો નહીં. જો કોઇ સ્ત્રી શાસક હોય તો તેની સમગ્ર સેના હારી ગયા બાદ,શરણે થવા માટે કે પછી લડવા માટે કહેવાતું.
- 'વિજયના ઉદ્દેશ વિના ગુરિલ્લા યુદ્ધ શરૂ કરવું નહીં'- અર્થાત ગુરિલ્લા યુદ્ધ માટે એવા ઉત્તમ સૈનિકોનેજ પસંદ કરાતા જેઓ ગમે તેટલા વિશાળ અને સબળ સૈન્યને,ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ હરાવવાની નિપૂણતા ધરાવતા હોવા જોઇએ. અને આ હુમલો ફક્ત રાજનીતિક લક્ષ્ય માટેજ કરાતો,નહીંકે શત્રુસૈન્યનો પુરવઠો કાપવા માટે.
- 'દગાખોર (ગદ્દાર) મૃત્યુથી બચવો જોઇએ નહીં'- અર્થાત પોતાનાજ સૈન્યનો દગાખોર કે દોષિત,કોઇ સંજોગોમાં જીવતો બચવો જોઇએ નહીં.
No comments:
Post a Comment